ઉદ્દેશો
સમગ્ર રાજ્યમાં બાગાયતદારોને પ્રોત્સાહિત કરી બારમી પંચવર્ષિય યોજનાને અંતે (વર્ષ ૨૦૧૬-૧૭ સુધીમાં) બાગાયત ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં નીચે મુજબનો વધારો કરવો.
- બાગાયતી પાકોના વાવેતર વિસ્તાર વધારી ફળપાકોનો ૫.૧૦ લાખ હેક્ટર, શાકભાજી પાકોનો ૬.૨૭ લાખ હેક્ટર અને મસાલા-ફૂલપાકોનો ૬.૩૫ લાખ હેક્ટર સુધી લઇ જવો.
- ફળપાકોના ઉત્પાદનમાં ૬૦ ટકાનો વધારો કરી ૧૨૦ લાખ મે.ટન સુધી લઇ જવુ.
- શાકભાજી પાકોના ઉત્પાદનમાં ૬૫ ટકાનો વધારો કરી ૧૪૫ લાખ મે.ટન સુધી લઇ જવુ.
- ફળપાકોના ઉત્પાદનમાં ૪૦ ટકાનો વધારો કરી ૧૩.૫ લાખ મે.ટન સુધી લઇ જવુ.