ખેડૂતલક્ષી સહાયક યોજનાઓ

ફળ પાકોનું નવું વાવેતર

આ યોજના હેઠળ જે ખેડુતો પોતાની માલિકીની જમીનમાં ૦-૨૦ હેકટર કે તેથી વધારે વિસ્તારમાં બાગાયતી પાકોનું વાવેતર કરે તો તેઓને વધુમાં વધુ ૪-૦૦ હેકટર સુધીના વાવેતરની મર્યાદામાં બહુવર્ષાયુ ફળપાકના વાવેતર અંગે પ્રતિ હેકટરે અંદાજીત રૂ!.૩૦૦૦૦/- ના ખેતી ખર્ચને ધ્‍યાને લઇ ૭૫ ટકા મુજબ પ્રતિ હેકટરે રૂ!.૨૨,૫૦૦/- ની મર્યાદામાં ત્રણ હપ્‍તે ૫૦׃૨૦׃૩૦ પ્રમાણે પ્રથમ વર્ષે ૭૫ ટકા અને બીજા તથા ત્રીજા વર્ષે ૯૦ ટકા જીવંત છોડ ઉપર સહાય મળવાપાત્ર થશે.

જ્યારે વર્ષાયુ ફળપાકના વાવેતર અંગે પ્રતિ હેકટરે અંદાજીત રૂ!.૩૦૦૦૦/- ના ખેતી ખર્ચને ધ્‍યાને લઇ ૫૦ ટકા મુજબ પ્રતિ હેકટરે રૂ!.૧૫૦૦૦/- ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. આ સહાય ત્રણ હપ્‍તે ૫૦׃૨૦׃૩૦ પ્રમાણે ચુકવવાની રહેશે, વર્ષાયુ પાક જેવા કે કેળ તથા પપૈયા માટે બીજા અને ત્રીજા વર્ષની સહાય મેળવવા માટે જે તે લાભાર્થી ધ્‍વારા પ્રથમ વર્ષે ચુકવેલ સહાય હેઠળના વાવેતરની જમીનમાં ફરીની નવુ વાવેતર કરી કેસ પેપર/ દરખાસ્‍તો તૈયાર કરવાની રહેશે.

આ યોજના દ્વારા નવા બગીચાઓ ઉભા કરવા ( બાગાયતી પાકોનું નવું વાવેતર) નીચે પ્રમાણેના લાભ મળી શકે.

ફળપાકો : વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો (વધુમાં વધુ ૪ હે. પ્રતિ લાભાર્થીની મર્યાદામાં)

બહુવર્ષાયુ ફળો-દ્રાક્ષ, સ્ટ્રોબેરી, કીવી, પેશન ફ્રૂટ વિગેરે

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ મહત્તમ રૂ.૬૫,૦૦૦/હેકટર, જ્યારે અનુ.જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ મહત્ત્મ રૂ.૭૫,૦૦૦/હે., ૩ હપ્તામાં પ્રથમ વર્ષે ૬૦%, બીજા વર્ષે ર૦% (જીવિત દર ૭૫%) તથા ત્રીજા વર્ષે (જીવિત દર ૯૦%) ૨૦% રકમ પાકવાર નક્કી કરેલ ખેતી ખર્ચની મર્યાદામાં મળશે (પ્લાન્ટીંગ મટેરીયલ અને IPM/INM ના ખર્ચ સહિત)

અંદાજીત ખર્ચ રૂ.૧,૦૦,૦૦૦/હે

બહુવર્ષાયુ ન હોય તેવાં ફળ પાકો- અનાનસ, કેળા (પીલાથી)

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ મહત્તમ રૂ.૪૫,૫૦૦/હે, જ્યારે અનુ.જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ મહત્ત્મ રૂ.૫૨,૫૦૦/હે., બે હપ્તામાં પ્રથમ વર્ષે ૭૫%, બીજાવર્ષે ર૫% પાકવાર રકમ નક્કી કરેલ ખેતી ખર્ચની મર્યાદામાં. (પ્લાન્ટીંગ મટેરીયલ અને IPM/INM ના ખર્ચ સહિત)

અંદાજીત ખર્ચ રૂ.૭૦,૦૦૦/હે

પેશી સંવર્ધનવાળા ફળપાકો-અનાનસ, કેળા (ટીસ્યુ કલ્ચર)

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ મહત્તમ રૂ.૬૫,૦૦૦/હે, જ્યારે અનુ.જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ મહત્ત્મ રૂ.૭૫,૦૦૦/હે., બે હપ્તામાં પ્રથમ વર્ષે ૭૫%, બીજાવર્ષે ર૫% પાકવાર રકમ નક્કી કરેલ ખેતી ખર્ચની મર્યાદામાં (પ્લાન્ટીંગ મટેરીયલ અને IPM/INM ના ખર્ચ સહિત)

અંદાજીત ખર્ચ રૂ.૧,૦૦૦૦૦/હે

ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, લીચી, બોર વગેરે

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ મહત્તમ રૂ.૫૨,૦૦૦/હેકટર, જ્યારે અનુ.જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ મહત્ત્મ રૂ.૬૦,૦૦૦/હે., ૩ હપ્તામાં પ્રથમ વર્ષે ૬૦%, બીજા વર્ષે ર૦% (જીવિત દર ૭૫%) તથા ત્રીજા વર્ષે (જીવિત દર ૯૦%) ૨૦% રકમ પાકવાર નક્કી કરેલ ખેતી ખર્ચની મર્યાદામાં. (પ્લાન્ટીંગ મટેરીયલ અને IPM/INM ના ખર્ચ સહિત)

અંદાજીત ખર્ચ રૂ.૮૦,૦૦૦/હે

વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો

તમામ ખેડુતોને ખર્ચના ૭૫% લેખે મહત્તમ રૂ. ૩૦૦૦૦/હે, ૩ હપ્તામાં પ્રથમ વર્ષે ૬૦%, બીજા વર્ષે ર૦% (જીવિત દર ૭૫%) તથા ત્રીજા વર્ષે (જીવિત દર ૯૦%) ૨૦% રકમ પાકવાર નક્કી કરેલ ખેતી ખર્ચની મર્યાદામાં મળશે (પ્લાન્ટીંગ મટેરીયલ અને IPM/INM ના ખર્ચ સહિત)

અંદાજીત ખર્ચ રૂ.૪૦,૦૦૦/હે

  • http://www.gujaratindia.com, ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • DigiLocker
  • http://www.apeda.gov.in, એ.પી.ઇ.ડી.એ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://nhm.nic.in/, એન.એચ.એમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://www.icar.org.in, આઇ.સી.એ.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://rkvy.nic.in, આર.કે.વી.વાય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://mofpi.nic.in, એમ.ઓ.એફ.પી.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit 2019
  • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation