ખેડૂતલક્ષી સહાયક યોજનાઓ

બાગાયતી યાંત્રીકરણ

આ યોજના દ્વારા નીચે પ્રમાણેના લાભ મળી શકે.

ફાર્મ મિકેનાઈઝેશન (એચ.આર.ટી.- ૨ / ૩ / ૪ યોજના)

બાગાયતી પાકોની વાડીમાં વિવિધ ખેત કાર્યો માટે પાવર ટીલર/મીની ટ્રેકટર ( ટ્રેલર સાથેના) વસાવવા માટે સામાન્ય ખેડૂતને પાવર ટીલર/મીની ટ્રેકટરની નિયમો મુજબની ખરીદી ખર્ચના ૪૦% ટકા લેખે મહત્તમ રૂ.૪૫,૦૦૦/- સુધી જયારે અનુસુચિત જાતિના તથા અનુસુચિત જન જાતિના ખેડૂતોને આ સહાય ખરીદી માટે ખર્ચના ૫૦% મુજબ મહત્તમ રૂ. ૬૦,૦૦૦/- ની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.

પાક સંરક્ષણના સાધન ખરીદી માટે સહાય (એચ. આર. ટી.- ૨ / ૩ / ૪ યોજના)

ખેડૂતો બાગાયતી પાકોમાં પાક સંરક્ષણ દવાઓનો સમયસર અને સપ્રમાણ ઉપયોગ કરી બાગાયતી પાકોના ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો કરી પોતાની આવક વધારી સક્ષમ થાય તે મુખ્ય આશય છે. આ માટે માન્ય પાક સંરક્ષણ સાધન ખરીદ કરવા સામાન્ય ખેડૂતોને માનવ સંચાલીત સાધનમાં રૂ.૯૦૦/-, પાવરથી ચાલતા સાધનમાં રૂ.૩૦૦૦/- અને ટ્રેકટર માઉન્ટેન સ્પ્રેયરમાં રૂ.૨૦,૦૦૦/-સુધી કે કિંમતના ૫૦% મુજબ સહાય આપવામાં આવે છે. તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના ખેડૂતોને માનવ સંચાલીત સાધનમાં રૂ. ૧૧૨૫/- સુધી, પાવરથી ચાલતા સાધનમાં રૂ. ૩૭૫૦/- અને ટ્રેકટર માઉન્ટેન સ્પ્રેયરમાં રૂ. ૨૫,૦૦૦/- સુધી કે કિંમતના ૭૫% મુજબ સહાય આપવામાં આવે છે.

બાગાયતી યાંત્રીકરણ

પાવર થી ચાલતા યંત્ર/સાધનો પાક સંરક્ષણ સાધનોના અને યાંત્રિક કરવત ના સમાવેશ સાથે

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫%, જ્યારે અનુ. જાતિ /અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ (એક સેટ/લાભાર્થી સુધી)

અંદાજીત ખર્ચ રૂ. ૩૫૦૦૦/સેટ

પાવર મશીન (૨૦ BHP સુધીના) રોટાવેટર/સાધનો સાથે

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫%, જ્યારે અનુ. જાતિ /અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ (એક સેટ/લાભાર્થી સુધી)

અંદાજીત ખર્ચ રૂ.૧,૨૦,૦૦૦/ સેટ

પાવર મશીન (૨૦ HP અને તેથી વધુના) સંલગ્ન સાધનો સહિત

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫%, જ્યારે અનુ. જાતિ /અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ (એક સેટ/લાભાર્થી સુધી)

અંદાજીત ખર્ચ રૂ.૩,૦૦,૦૦૦

પ્રદર્શન હેતુસર નવા મશીન/ સાધનોના આયાત માટે (જાહેર ક્ષેત્ર)

ખર્ચના ૧૦૦% મુજબ સહાય

અંદાજીત ખર્ચ રૂ.૫૦,૦૦,૦૦૦

 • ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • DigiLocker
 • http://www.apeda.gov.in, એ.પી.ઇ.ડી.એ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://nhm.nic.in/, એન.એચ.એમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.icar.org.in, આઇ.સી.એ.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://rkvy.nic.in, આર.કે.વી.વાય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://mofpi.nic.in, એમ.ઓ.એફ.પી.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation