ખેડૂતલક્ષી સહાયક યોજનાઓ

ફળ, ફૂલ અને શાકભાજીની કાપણી પછી વ્યવસ્થાપન

પેકેજીંગ, ગ્રેડીંગ, ટ્રાન્સપોર્ટેશન, રાય૫નીંગ અને સ્ટોરેજ વગેરે પાસાઓનો સમાવેશ થાય છે. આવી સગવડતાઓ બાગાયતી માલની વેચાણ ક્ષમતામાં વધારો કરે છે, મૂલ્ય વર્ધન કરે છે, નફાનો ગાળો વધારે છે તેમજ નુકશાનીમાં ઘટાડો કરે છે. આ બધી બાબતો માટે નેટવર્ક સવલતો ઉભી કરવાનું આયોજન છે. જે માટે નીચે મુજબની સહાય આ૫વામાં આવશે.

કાપણી પછીનુ વ્યવસ્થાપન

કાપણી પછીનુ વ્યવસ્થાપન

બાગાયતી પાકોનું સારી ગુણવત્તાવાળુ ઉત્પાદન હોય તો જ તેના સારા ભાવો મળે છે. આ માટે બાગાયત ખાતા તરફથી કા૫ણી ૫છીની સંગ્રહ વ્યવસ્થા, નિકાસ તથા માળખાકીય સુવિધા ઉભી કરવા માટે ૫ણ ખેડૂતોને આર્થિક સહાય પુરી પાડવાની જોગવાઈ રાખવામાં આવેલ છે. જે અંતર્ગત..

ફળ, શાકભાજી અને ફૂલોના પેકીંગ અને હેન્ડલીંગ માટે સહાય

બાગાયતી પેદાશોના વેચાણ માટેના પેકીંગ મટેરીયલ માટે સહાય બાગાયતી પેદાશોના વેચાણ માટે પ્લાસ્ટિક બેગ કે કંતાન બારદાન સિવાયના યોગ્ય પેકીંગના મટેરીયલ માટે થતા હેકટર દીઠ થતા ખર્ચ રૂ! ૧૦,૦૦૦ મુજબ એક હેકટરના ઉત્પાદન માટે ૭૫% , બે હેકટરના ઉત્પાદન માટે ૫૦% અને પાંચ હેકટરના ઉત્પાદન માટે ૨૫% મુજબની સહાય

કા૫ણીના સાધનો તથા પ્રોસેસીંગ મશીનરીની ખરીદી ઉ૫ર સહાયઃ

ફળ અને શાકભાજી પાકો ઝડપથી બગડી જાય તેવી પ્રકતિના હોઈ વિવિધ તબકકે તેમા અંદાજીત ૩૦% જેટલું નુકસાન થાય છે. યોગ્ય કા૫ણી ૫ઘ્ધતીથી નુકશાન અટકાવી શકાય છે અને પ્રોસેસીંગથી લાંબો સમય સંગ્રહી શકાય છે. કા૫ણી તથા ફળ શાકભાજી પ્રોસેસીંગના માન્ય સાધનો વસાવવા માટે

કા૫ણીના સાધનોની ખરીદી માટે સામાન્ય ખેડૂતને ખરીદીના થતા કુલ ખર્ચના ર૫% લાભાર્થી દીઠ રૂ.ર૫,૦૦૦/- ની મર્યાદામાં તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાન જાતિના લાભાર્થીને ૫૦% પ્રમાણે રૂ!૫૦,૦૦૦/- ની મર્યાદામાં સહાય આપવામાં આવશે

પ્રોસેસીંગના સાધનોની ખરીદી માટે સામાન્ય ખેડૂતને સાધનોની ખરીદીના કુલ ખર્ચના ર૫ ટકા લાભાર્થી દીઠ રૂ.૧,૦૦૦૦૦/- ની મર્યાદામાં તથા અનુ.સૂચિત જાતિ અને અનુ.સૂચિત જાન જાતિના લાભાર્થીને ૫૦% પ્રમાણે રૂ.ર,૦૦૦૦૦/- ની મર્યાદામાં સહાય આ૫વામાં આવશે.

ફળ પાક અને ઔષધિય / સુગંધિત પાકોના પ્રોસેસીંગ યુનીટ/ ડીસ્ટીલેશન યુનીટ ઉભા કરવા સહાયઃ

રાજયમાં બાગાયતી ફળપાક અને ઔષધિય/સુગંધિત પાકોના વધતા જતા વ્યા૫ને અનુલક્ષીને આ ઉતપાદનનું પ્રોસેસીંગ કરી મૂલ્ય વૃઘ્ધિ કરવાના હેતુ સાથે રાજયના ખેડૂતોને તેમના ઉત્પાદનનું પુરેપુરું વળતર મળી રહે અને રોજગારીની તકો પ્રાપ્ત થઈ શકે તે મુખ્ય આશય છે. આ કાર્યક્રમ હેઠળ વ્યકિતગત ખેડૂત, ઉત્પાદક ખેડૂત જુથ, સહકારી સંસ્થાઓ, કોર્પોરેટ સેકટરને કાજુ પ્રોસેસીંગના નવા યુનિટ સ્થાપવા ખર્ચના ૭૫% મુજબ યુનિટ દીઠ રૂ ૧.૦૦ લાખ સુધી તથા ઔષધિય/સુગંધિત પાકો માટે ડિસ્ટિલેશન યુનિટ ઉભું કરવા થતા કુલ ખર્ચના ૫૦% અથવા રૂ ર.૫૦ લાખ સુધીની બેંક એડેડ સબસીડી આપવામાં આવશે.

દરીયાઈ/ હવાઇ માર્ગે ફળ તથા શાકભાજી નિકાસમાં વાહતુક નુરમાં સહાય

રાજ્યમાં પ્રસ્થાપિત ફળ, ફુલ અને શાકભાજીના વેચાણની સહકારી કે ખાનગી સંસ્થા, ખેડૂત ખેડૂત સમૂહને રાજ્યમાં ઉત્પાદીત કરેલ અને રાજ્યના પેક હાઉસમાં અથવા નિકાશ સબંધી અન્ય રીતે પેકીંગ કરેલ ફળ, ફુલ અને શાકભાજીની બિન રૂપાંતરીત પેદાશને દરિયાઇ/ હવાઇ માર્ગે વિદેશમાં નિકાસ માટેના વાહતુક નૂરના ૨૫% મુજબ મહત્તમ રૂ.૫૦,૦૦૦/- ની દરીયાઇ માર્ગ માટે વાર્ષિક રૂ! ૨.૫૦ લાખ સુધીની (GAIC મારફતે) તેમજ રાજયના હવાઈ માર્ગથી નિકાસ માટે રૂ.૧૦.૦૦ લાખની વાર્ષિક મર્યાદા મુજબ ખાતા મારફતે સહાય આપવાની જોગવાઇ છે.

વીજળી માટે વીજદર માટે સહાય

આ યોજના હેઠળ રાજ્યમાં કાર્યરત ટીસ્ય.લેબોરેટરી, હાઇટેક ગ્રીન હાઉસમાં વપરાતી વીજળી માટે વીજદરમાં ૨૫% મુજબની વર્ષિક રૂપિયા ૧.૦૦ (એક) લાખની મર્યાદામાં લાભાર્થીને પાંચ વર્ષ સુધી સહાય મળવા પાત્ર થશે.

 • ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • DigiLocker
 • http://www.apeda.gov.in, એ.પી.ઇ.ડી.એ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://nhm.nic.in/, એન.એચ.એમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.icar.org.in, આઇ.સી.એ.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://rkvy.nic.in, આર.કે.વી.વાય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://mofpi.nic.in, એમ.ઓ.એફ.પી.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation