ખેડૂતલક્ષી સહાયક યોજનાઓ

નિદર્શન, તાલીમ અને કોશલ્ય વિકાસ

મહિલાઓ માટે તાલીમનો ખાસ કાર્યક્રમ

ગ્રામિણ તથા શહેરી મહિલાઓ માટે ફળો અને શાકભાજીની જાળવણી તથા તેમાંથી બનતી વિવિધ બનાવટો જેવી કે અથાણા, ટોમેટો કેચ૫, રસ, શરબત, જામ, જેલી વિગેરેના પરીરક્ષણની ૫ઘ્ધતિની તાલીમ આ૫વામાં આવે છે. આ માટે બાગાયત ખાતા તરફથી વિવિધ જીલ્લાઓના મુખ્ય મથકે તાલીમ કેન્દ્રો ઉપર તથા મોબાઈલ કેનીંગ તાલીમ કેન્દ્રો ઘ્વારા ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને સ્વનિર્ભર કરવા ગ્રામ્યકક્ષાયે આ પ્રકારની તાલીમ આ૫વામાં આવે છે. જે અંતર્ગત, કેન્દ્ર ઉ૫ર કે ગ્રામીણ વિસ્તારમાં ૭ થી ૧૫ દિવસનો ટુંકા ગાળાનો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવે છે

બાગાયત ખાતાના વિસ્તરણના કાર્યક્રમો

રાજયમાં બાગાયતી પાકોના વાવેતર વિસ્તાર વધારવા તથા ખેડૂતો બાગાયતી પાકોની નવી ખેતી ૫ઘ્ધતિ અ૫નાવે અને ઉત્પાદન તેમજ ઉત્પાદકતામાં વધારો કરે તેમજ બાગાયતી પાકોને લગતા વિવિધ પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટેની પ્રત્યક્ષ જાણકારી મળે તે હેતુથી રાજય કક્ષાએ બાગાયતી પાકોના પ્રદર્શન-હરિફાઈ, કૃષિ મેળા તથા ૫રિસંવાદ /સેમીનાર યોજવા જેવી બાબતોનો આ કાર્યક્રમ હેઠળ સમાવેશ થાય છે.આ ઉ૫રાંત, આ કાર્યક્રમ હેઠળ આધુનિક બાગાયતી ખેતી તેમજ તેને લગતું સાહિત્ય તૈયાર કરી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

બાગાયતદારોને બાગાયત પાકોની ખેતી પધ્ધતિની અતિ આધુનિક તાલીમ આ૫વી. બહારના રાજયની મુલાકાત લેવી, બાગાયતદારોના જ્ઞાનમાં વધારો કરવા માટે ખેડૂત તાલીમ શિબિર ગોઠવવી તથા સંબંધિત તાંત્રિક સ્ટાફને રાજય બહાર તાલીમમાં મોકલવા, આમ સંશોધન અને વિસ્તરણ સંસ્થાનું અંતર ઘટાડવા માટેનો મુખ્ય હેતુ છે આ કાર્યક્રમમા ખેડૂત પ્રવાસ, ખેડૂત શિબિર, અ૫ગ્રડેશન ઓફ સ્કીલ, સ્ટાફ ટ્રેનીંગ તથા ૫રચેજ ઓફ ટ્રેનીંગ ઈકિવ૫મેન્ટ જેવા કાર્યક્રમની રાજય પ્લાન યોજનામાં જોગવાઇ કરવામાં આવેલ છે.

એચ. આર. ડી.

સુપરવાઇઝર અને ઉધોગ સાહસીકના HRD માટે

પ્રથમ વર્ષે ખર્ચના ૧૦૦ % પછીના વર્ષે માળખાકીય સવલતનો ખર્ચ મળવા પાત્ર નથી.

અંદાજીત ખર્ચ રૂ. ૨૦.૦૦ લાખ / તાલીમ

માળીકામ કરનારાના HRD માટે

પ્રથમ વર્ષે ખર્ચના ૧૦૦ % પછીના વર્ષે માળખાકીય સવલતનો ખર્ચ મળવા પાત્ર નથી.

અંદાજીત ખર્ચ રૂ. ૧૫.૦૦ લાખ / તાલીમ

ખેડૂતોની તાલીમ માટે

જિલ્લામાં

ખર્ચના ૧૦૦% મુજબ

અંદાજીત ખર્ચ રૂ.૪૦૦/દિવસ/ખેડૂત, પરિવહન ખર્ચ સિવાય

રાજ્યમાં

ખર્ચના ૧૦૦% મુજબ

અંદાજીત ખર્ચ રૂ.૭૫૦/દિવસ/ખેડૂત, પરિવહન ખર્ચ સિવાય

રાજ્યની બહાર

ખર્ચના ૧૦૦% મુજબ

અંદાજીત ખર્ચ રૂ.૧૦૦૦/દિવસ/ખેડૂત, પરિવહન ખર્ચ સિવાય

ખેડૂત પ્રવાસ માટે

જિલ્લામાં

ખર્ચના ૧૦૦% મુજબ

અંદાજીત ખર્ચ રૂ.૨૫૦/દિવસ/ખેડૂત, પરિવહન ખર્ચ સિવાય

રાજ્યમાં

ખર્ચના ૧૦૦% મુજબ

અંદાજીત ખર્ચ રૂ.૩૦૦/દિવસ/ખેડૂત, પરિવહન ખર્ચ સિવાય

રાજ્યની બહાર

ખર્ચના ૧૦૦% મુજબ

અંદાજીત ખર્ચ રૂ.૬૦૦/દિવસ/ખેડૂત, પરિવહન ખર્ચ સિવાય

દેશની બહાર

પ્રોજેક્ટ બેઝ, હવામાર્ગે/ટ્રેન ખર્ચના ૧૦૦%

અંદાજીત ખર્ચ રૂ.૩.૦૦લાખ/વ્યક્તિ

તાંત્રિક / ક્ષેત્રીય સ્ટાફ ના તાલીમ / સ્ટડી ટુર

રાજ્યમાં

ખર્ચના ૧૦૦% મુજબ

અંદાજીત ખર્ચ રૂ.૨૦૦/દિવસ/વ્યક્તિ અને લાગુ પડતું TA અને DA

રાજ્યની બહાર સ્ટડી ટુર (ઓછામાં ઓછા ૫ વ્યક્તિનું ગ્રુપ)

ખર્ચના ૧૦૦% મુજબ

અંદાજીત ખર્ચ રૂ.૬૫૦/દિવસ/વ્યક્તિ અને લાગુ પડતું TA અને DA

દેશ ની બહાર
'

ખર્ચના ૧૦૦% મુજબ

અંદાજીત ખર્ચ રૂ.૫.૦૦લાખ/વ્યક્તિ

 • ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • DigiLocker
 • http://www.apeda.gov.in, એ.પી.ઇ.ડી.એ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://nhm.nic.in/, એન.એચ.એમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.icar.org.in, આઇ.સી.એ.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://rkvy.nic.in, આર.કે.વી.વાય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://mofpi.nic.in, એમ.ઓ.એફ.પી.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation