સુગંધિત તથા ઔષધિય પાકોના વાવેતર
ઔષધિય / સુગંધિત પાકોને પ્રોત્સાહન માટે ખાસ સહાય યોજના (એચ. આર. ટી.-૭ યોજના)
રાજયમાં વાવેતર થતા તેમજ વાવેતરની શકયતા ધરાવતા તમામ ઔષધિય અને સુગંધિત પાકો નુ ખેડૂતે પોતાની જમીનમાં નવુ વાવેતર કરેલ હોય તેઓને ઔષધિય/સુગંધિત પાકો માટે પ્રતિ હેકટરે થતાઅંદાજીત રૂ-૧૫,૦૦૦/- ના ખેતી ખર્ચને ઘ્યાને લઈ ખરેખર ખેતી ખર્ચના ૭૫% કે હેકટર દીઠ રૂ-.૧૧,ર૫૦
સુધી ૦-ર૦ હેકટર થી ૪-૦૦ હેકટરના વાવેતરની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે.
સુગંધિત પાકો
વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો (પચોલી, જિરેનીયમ, રોઝમેરી)
સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ મહત્તમ રૂ. ૪૮,૭૫૦/હે., જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ મહત્ત્મ રૂ.૫૬,૨૫૦/હે., (પ્લાન્ટીંગ મટેરીયલ અને IPM/INM ના ખર્ચ સહિત)
અંદાજીત ખર્ચ રૂ.૭૫,૦૦૦/હે
અન્ય સુગંધિત પાકો
સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ મહત્તમ રૂ. ૧૬,૨૫૦/હે., જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ મહત્ત્મ રૂ.૧૮,૭૫૦/હે., (પ્લાન્ટીંગ મટેરીયલ અને IPM/INM ના ખર્ચ સહિત)
અંદાજીત ખર્ચ રૂ.૨૫,૦૦૦/હે