પુરસ્કાર અને સિદ્ધીઓ
રાજ્યમાં ખેતીમાં બાગાયતી ખેતીનું ખૂબ યોગદાન રહેલ છે. બાગાયતી પાકો પ્રતિ હેકટરે વધુ ઉત્પાદન આપતા હોઇ તે તરફ ખેડૂતોનો ઝોક વધી રહયો છે. ગુજરાત રાજ્ય... રાષ્ટ્રકક્ષાએ ૬ ટકા વિસ્તારની સામે બાગાયતી ઉત્પાદનમાં ૭ ટકા હિસ્સા સાથે દેશમાં પાંચમું સ્થાન ધરાવે છે. રાજ્યમાં
છેલ્લા ત્રણ વર્ષો દરમ્યાન બાગાયતી પાકોનું વાવેતર ૧૨.૬૮ લાખ હેક્ટરથી વધી ૧૫.૦૩ લાખ હેક્ટર તથા ઉત્પાદન ૧૫૨.૭૪ લાખ મે. ટન થી વધી ૨૦૪.૫૫ લાખ મે. ટન સુધી પહોંચેલ છે. જેમાં હાલ ફળપાકોનું ઉત્પાદન ૮૫ લાખ ટન, શાકભાજીનું ઉત્પાદન ૧૦૫ લાખ ટન અને મસાલા અને ફૂલ પાકોનુ ઉત્પાદન
૧૫ લાખ ટન સુધી પહોંચેલ છે.
- બાગાયત ક્ષેત્રે....... ગુજરાત
- રાજય ઈસબગુલ ના પ્રોસેસીંગ તથા નિકાસમાં દુનિયામાં અગ્રેસર.
- રાજયની કેસર કેરી તથા કચ્છની ખારેક આખી દુનિયામાં વખણાય છે.
- વરીયાળી, બટાટાની ઉત્પાદકતામાં દેશમાં પ્રથમ ક્રમે
- તેમજ કેળા અને ટામેટામાં બીજા ક્રમે છે.
- દેશના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો-
- પપૈયા- ૨૦%
- ચીકુ - ૨૦%
- ડુંગળી- ૧૮%
- કેળા - ૧૪%
- લીંબુ- ૧૪% રહેલ છે.
- ગુજરાતમાં ૧૨૦૦૦ હેક્ટર કરતા પણ વધુ વિસ્તારમાં પ્લાસ્ટિક મલ્ચીંગના ઉપયોગથી આધુનીક ખેતી કરી ખેડૂતો ગુણવત્તા સભર ઉત્પાદન મેળવી વધુ નફો મેળવી રહ્યા છે.
- કેળના પાકમાં ખેડૂતોએ ડ્રીપ તથા ટીસ્યુકલ્ચર રોપના ઉપયોગથી ૫૮ ટન / હે. ઉત્પાદન મેળવી દેશ કક્ષાએ ઉત્પાદકતા તથા ગુણવત્તામાં અગ્રિમ સ્થાન હાંસલ કરેલ છે.
- વલસાડ જીલ્લાના સૌથી પછાત તાલુકાના આદિવાસી ખેડૂતો દેશના શ્રેષ્ઠ કવોલીટીના કાજુ ઉત્પાદન કરી નિકાસ કરી આર્થિક રીતે સક્ષમ બન્યા છે.
- કચ્છના સૂકાઇ ગયેલા વિસ્તારોની હવે કાયાપલટ થઇ ગઇ છે. કચ્છના ખેડૂતો ટીસ્યુકલ્ચર રોપા દ્વારા તૈયાર કરેલ બરહી જાતની ખારેક, અંજીર, દાડમ અને સ્વાદિષ્ટ કેસર કેરી હવે પશ્ચિમી એશિયાના દેશોમાં નિકાસ કરી ઉંચુ વળતર મેળવી રહ્યા છે.
- કૃષિ મહોત્સવ દરમ્યાન છેલ્લા દસ વર્ષમાં રૂ. ૮૫૯૫.૨૬ લાખ સહાય આપી કુલ ૧૦,૮૨,૨૮૦ ખેડૂત લાભાર્થીઓને બાગાયતી પાકોની ઇનપુટસ કીટનુ વિતરણ કરેલ છે.
- બાગાયતી પાકોના કાપણી પછીના વ્યવસ્થાપન માટેની સગવડતાઓ બાગાયતી માલની વેચાણ ક્ષમતામાં વધારો કરે છે, મૂલ્ય વર્ધન કરે છે, નફાનો ગાળો વધારે છે તેમજ નુક્શાનીમાં ઘટાડો કરે છે. આ માટે રાજ્યમાં એકંદરે ૮૬૩ પેક હાઉસ, ૪૮૧ સામાન્ય કોલ્ડ સ્ટોરેજ, ૪૨ રાયપનીંગ ચેમ્બર, ૫૧
નર્સરીઓ, ૯૧ શોર્ટીંગ-ગ્રેડીંગ પેકીંગ યુનિટ (બટાટા માટે), ૧૯ ટીસ્યુ કલ્ચર લેબોરેટરીઓ, ૨૦૯૪ ગ્રીન હાઉસ અને ૩૩૪૨ નેટ હાઉસ ઉભા કરવામાં આવેલ છે.
- જુનાગઢ જિલ્લાના તાલાલા મુકામે ઇઝરાયેલના સહયોગથી એક્સેલેન્સ સેન્ટર ફોર મેંગો નિર્માણ પામી રહેલ છે. જેના દ્વારા ખેડુતોને નિદર્શન તથા તાલીમ આપવામાં આવશે.
- સાબરકાંઠા જિલ્લાના વદરાડ મુકામે ઇઝરાયેલના સહયોગથી એક્સેલેન્સ સેન્ટર ફોર વેજીટેબલ નવનિર્માણ પામી રહેલ છે. જેમાં પ્રોટેક્ટેડ કલ્ટીવેશન, વેરાઇટલ ઇવોલ્યુશન તથા અન્ય ટેકનોલોજીનુ નિદર્શન તથા તાલીમ કેન્દ્ર ઉભુ કરવામાં આવશે. તથા કચ્છ ખાતે ખારેકનુ પોસ્ટ હાર્વેસ્ટ
મેનેજમેન્ટ સેન્ટર ઉભુ કરવામાં આવશે.
- છેલ્લા દાયકામાં બાગાયત ખાતાના બજેટમાં ૨૫ ગણો વધારો થયેલ છે.